દિવ્યભાસ્કર: ભુજ: મંગળવાર, ૦૫ મે ૨૦૧૫.
જિલ્લાનીએકમાત્ર સરકારી
સિવિલ હોસ્પિટલનો દરજ્જો ધરાવતી જનરલ હોસ્પિટલનું સંચાલન સંભાળતી ગુજરાત અદાણી
ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સને માહિતી અધિકારના કાયદા હેઠળ આવરી લેવા કલેક્ટર
સમક્ષ માંગ કરાઈ છે. ગેઈમ્સને તા.5/7/13ના સુપરત કરવામાં આવી ત્યારથી તે એક સરકારી
હોસ્પિટલને બદલે પ્રાઈવેટ હોસ્પિટલ ગણવામાં આવે છે અને તેથી આરટીઆઈના કાયદા અનુસાર
અદાણી જૂથ દ્વારા કોઈ માહિતી લેખિતમાં આપી શકીએ નહીં તેવો જવાબ અપાય છે. સરકારે
ગેઈમ્સને જિલ્લા સિવિલ હોસ્પિટલનો દરજ્જો જાળવી રાખવાની શરતે વિસ્તૃતિકરણ કરવા
સાથેની શરતે સોંપી છે. લોકોને મફત સરકારી તબીબી સેવા મેળવવાનો અધિકાર છે, પરંતુ હોસ્પિટલ મેળવી લીધા બાદ પોતાની મનમાની કરવાના
હેતુથી ગેઈમ્સ આરટીઆઈના કાયદાથી છૂટવાની કોશિશ કરી રહી છે, તેવો આક્ષેપ કોંગ્રેસના હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટીના
માદાભાઈ આહિરે કર્યો છે. ગેઈમ્સ દ્વારા કરીને કયા દર્દીને પૂરી પાડવામાં આવી તેવી માહિતી મેળવવાનો પૂરેપૂરો અધિકાર છે, તેવો મત વ્યક્ત કરતાં આરટીઆઈ હેઠળ આવરી લેવા માંગ
કરી છે.