Divya Bhaskar: Ahmedabad: Tuesday, 18 February 2025.
બેન્કો માત્ર 9 ટકા એટલે કે 2258 કરોડ રિકવર કરી શકી
ગુજરાતમાં 10 વર્ષમાં બૅન્કો સાથે 24,880 કરોડ રૂપિયાની ઠગાઇ થઇ છે. દિવ્ય ભાસ્કરે કરેલી આરટીઆઇના જવાબ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, 2015-16થી 2024-25(ડિસેમ્બર સુધી) દરમિયાન રાજ્યની 61 બૅન્કો સાથે ઠગાઇના 33,518 કેસ બન્યા હતા. આ કેસોમાં 10 વર્ષ દરમિયાન માત્ર 9% એટલે કે માત્ર 2258 કરોડ રૂપિયા રિકવર થયા છે.
સરકારી બૅન્કોમાં 20452 કરોડ (82%) અને ખાનગી બૅન્કો સાથે 4444 કરોડ (18%)ની ઠગાઇ આચરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરની બૅન્કો સાથે ઠગાઇની કુલ રકમના 96% એટલે કે 23908 કરોડના ફ્રોડ થયા છે. આરબીઆઇ મુજબ, બૅન્ક સાથે છેતરપિંડી કરીને, બેન્ક એકાઉન્ટમાં છેડછાડ કરીને રૂપિયા મેળવ્યા હોય, મિલકતના હસ્તાંતરણમાં ગેરરીતિ આચરી હોય, ગેરકાયદેસર વળતરરૂપે લોન આપવામાં આવી હોય, ફોરેન એક્સચેન્જના ટ્રાન્ઝેક્શનમાં ઠગાઇ થઇ હોય, ચોરી, બૅન્ક લૂંટ વગેરે પ્રકારના ફ્રોડ અહીં સામેલ છે.
ફ્રોડની રકમ સરકારીમાં બેન્કમાં વધુ, કેસની સંખ્યા ખાનગીમાં વધુ
ગુજરાતની રાષ્ટ્રીય સરકારી બૅન્કો સાથે 7,127 ફ્રોડના કેસમાં 20,452 કરોડની ઠગાઇ થઇ છે, જ્યારે ખાનગી બૅન્કોમાં 26,391 કેસમાં 4,444 કરોડની ઠગાઇ આચરાઇ છે. સરકારી બૅન્કોમાં સૌથી વધુ 2713 કેસમાં 3179 કરોડની ઠગાઇ બૅન્ક ઑફ બરોડા સાથે થઇ છે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા સાથે 2328 કેસમાં 2761 કરોડના ફ્રોડ થયા છે. ખાનગીમાં આઇડીબીઆઇ બૅન્ક સાથે 680 કેસમાં 1444 કરોડ અને એક્સિસ બૅન્કમાં 2429 કેસમાં 715 કરોડની ઠગાઇ થઇ છે.
વિદેશી બૅન્ક સાથે 132 કરોડના ફ્રોડ
ગુજરાતની 5 વિદેશી બૅન્કો સાથે 1256 ફ્રોડ કેસમાં 131.58 કરોડની ઠગાઇ થઇ. 11 સ્મોલ ફાઇનાન્સિયલ બૅન્કમાં 1436 કેસમાં 69 કરોડના ફ્રોડ થયા. રાજ્યમાં સૌથી ઓછા 6 કેસમાં 7 લાખ રૂપિયાની ઠગાઇ દેવભૂમિ દ્વારકામાં થઇ હતી.