Divya Bhaskar: Bhuj: Wednesday,
1 January 2025.
ભુજની કચ્છ કલેક્ટર કચેરીએથી અરજદારે માંગેલી રૂ.2ની માહિતી માટે ચીટનીશે અરજદારને લખેલો રૂ.25નો કાગળ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ, માહિતી અધિકારીનો કાયદો-2005 મુજબ કોઇપણ વ્યક્તિ માહિતી માંગી શકે છે.
સામાન્ય રીતે કોઇ અરજદાર દ્વારા માંગેલી માહિતી સંબંધિત તંત્ર દ્વારા 30 દિવસમાં પૂરી પાડવામાં ન આવે તો સંબંધિત તંત્રએ ત્યારબાદ તે માહિતી વિનામૂલ્યે આપવાની રહેશે. ભુજની કલેક્ટર કચેરી સંબંધિત માહિતી એક અરજદાર દ્વારા માંગવામાં આવી હતી. જે માહિતી લઇ જવા માટે કલેક્ટર કચેરીના ચીટનીશ અને જાહેર માહિતી અધિકારી સી.આર. નિમાવતે સંબંધિત અરજદારને તા.21-12-2024ના કાગળ લખ્યો છે.
જે કાગળમાં જણાવ્યા મુજબ અરજદારે માંગેલી માહિતીનો પાનો એક જ છે અને એક પાના દીઠ અરજદારે રૂપિયા 2 ભરવાના છે ત્યારે ચીટનીશે અરજદારને 2 રૂપિયાની માહિતી માટે લખેલો પત્ર વાયરલ થઇ રહ્યો છે. સૂત્રોના કહેવા મુજબ ટપાલ કચેરી મારફતે મોકલાવાતી ટપાલ પર વજન મુજબ ટિકિટ ચોંટાડવામાં આવે છે ત્યારે આ કાગળ તંત્રને રૂ.25થી 30માં પડ્યો હશે, જેથી આ પત્ર હાલે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.