Tuesday, May 05, 2015

RTI અરજીમાં મળ્યો રસપ્રદ જવાબ:ઈશ્વર કોણ છે તે કાયદા મંત્રાલયને ખબર નથી

દિવ્યભાસ્કર: નવી દિલ્હી: મંગળવાર, ૦૫ મે ૨૦૧૫.
ઉત્તરપ્રદેશના એક મહંત છે  શ્રદ્ધાનંદ યોગાચાર્ય. તેઓ ઇશ્વર અને સત્યની શોધમાં છે પરંતુ રાષ્ટ્રપતિ કાર્યાલય, ગૃહ મંત્રાલય, કાયદા મંત્રાલય અને કેન્દ્રીય માહિતીપંચ મારફત માહિતી અધિકાર હેઠળ તેમણે દરેક જગ્યાએ અરજીઓ કરી છે પરંતુ જે જવાબ મળ્યો તે બહુ જ રસપ્રદ હતા.
- ઈશ્વર કોણ છે તે કાયદા મંત્રાલયને ખબર નથી
- આરટીઆઈ હેઠળ કરાયેલી અરજીના રસપ્રદ જવાબ મળ્યા
પ્રથમ અરજી રાષ્ટ્રપતિના કાર્યાલયને- જે ઇશ્વરના નામે શપથ લેવામાં આવે છે, તે કોણ છે
જવાબ મળ્યો - માગવામાં આવેલી માહિતી અમારા કાર્યક્ષેત્રની બહાર છે.
ઇશ્વરની શોધમાં હવે બીજી અરજી ગૃહ મંત્રાલય પહોંચે છે. ત્યાંથી તેને કાયદા મંત્રાલય મોકલી દેવામાં આવે છે.
કાયદા મંત્રાલય તરફથી જવાબ મળે છે:
ફાઇલોમાં તેની કોઈ પરિભાષા નથી. તેથી આ વિશે કોઈ માહિતી ન આપી શકાય. શોધ હજી પૂરી નથી થઈ શકી તેથી કાયદા મંત્રાલયમાં જ તેની પહેલી અપીલ દાખલ કરવામાં આવે છે. પણ અપીલ અધિકારી પણ પહેલાના જવાબને જ યોગ્ય ગણાવે છે.
 હવે કેન્દ્રીય માહિતીપંચનું શરણ લેવામાં આવે છે -  યોગાચાર્ય ગુસ્સમાં છે કે સરકારના અધિકારીઓ તેમને ઇશ્વર વિશે જણાવી નથી શકતા. તેથી તેઓ પંચ પાસે તેમના ઉપર રૂ. 25000નો દંડ કરવાની માગણી કરી રહ્યા છે. આવામાં પંચના અધિકારીઓ શું કરેω તેઓ જાતે જ યોગાચાર્યની સામે વીડિયો કોન્ફરન્સ મારફતે હાજર થઈ જાય છે.