DivyaBhaskar:
Ahmedabad: Wednesday, 06 May 2015.
ગુજરાત માહિતી આયોગે
અત્યાર સુધીમાં 291 જાહેર માહિતી અધિકારીને હજારથી 25 હજાર સુધીનો દંડ ફટકાર્યો.
રાજ્યસરકારના વિભાગોમાં
થતાં કામોમાં પારદર્શિતા રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા 2005થી માહિતી અધિકારનો
કાયદો અમલમાં મૂક્યો છે અને દરેક વિભાગના માહિતી અધિકારીની નિમણૂક કરી છે. પહેલી
એપ્રિલ-2014થી ગત 31મી માર્ચ સુધીમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગના 61 જાહેર માહિતી
અધિકારીને અપૂરતી, વિલંબથી, ગેરમાર્ગે દોરે તેવી માહિતી આપવા બદલ હજારથી 25 હજાર
સુધીનો દંડ કરાયો હોવાનું ગુજરાત માહિતી આયોગના સેક્રેટરી કે. એસ. દીવાને જણાવ્યું
છે. તેમના મુજબ, કાયદો અમલમાં આવ્યો
ત્યારથી કુલ 291 માહિતી અધિકારીને દંડ ફટકારાયો છે, જેમાંથી 215 અધિકારી પાસે દંડ વસૂલાયો છે. લોકોમાં
માન્યતા હોય છે કે, એકની એક માહિતી ફરી વાર
માગી શકાય, પરંતુ જે તે વિભાગ પાસે
એકથી વધુ વાર માહિતી માગી શકાય છે.
ગુજરાત માહિતી આયોગે એક
વર્ષમાં 61 જાહેર માહિતી અધિકારીને દંડ ફટકાર્યો છે. આયોગની ભૂમિકા દંડની સાથે
કાયદાને એન્ફોર્સ કરવાની છે, જેમાં તે જાહેર માહિતી
અધિકારીને પેનલ્ટીની સાથે જે તે પબ્લિક ઓથોરિટીને આરટીઆઈનો અમલ નથી કરતાં તેમની
સામે સિવિલ પ્રોસિઝર કોડ મુજબ, સમન્સ ઇશ્યુ કરવાની, રેકોર્ડ મગાવી પોતાના કબજામાં લેવાના તેમ જે તે
અધિકારીને જુબાની આપવાની ફરજ પાડવાની સત્તા છે, જેનો ઉપયોગ કરી શકે.
આયોગની ભૂમિકા કાયદાને
અમલમાં મૂકવાની છે. આયોગ પાસે સિવિલ પ્રોસિઝર કોડ મુજબ સમન્સ ઇશ્યુ કરવાની સત્તા છે.
અધિકારીઓ આવાં
બહાનાં આપે છે:
·
માહિતી ઉપલબ્ધ નથી, ત્રાહિત પક્ષને લગતી
હોવાથી આપી શકાય તેમ નથી.
·
માહિતી બહોળી હોય છે.
·
આ વિભાગને લાગુ પડતું નથી.
·
અધૂરી,અપૂરતી અને ગેરમાર્ગે દોરે તેવી માહિતી આપી છટકબારી.