Kutch
Mitra: Bhuj: Wednesday, 27 May 2015.
અહીંની જી.કે. જનરલ
હોસ્પિટલનું સંચાલન ખાનગી સંસ્થા અદાણી જૂથ દ્વારા કરાતું હોવાથી માહિતી અધિકાર
હેઠળ માહિતી આપવા બંધાયેલા નથી એવો જવાબ પ્રથમ અપીલ અધિકારી દ્વારા ભુજના અરજદારને
અપાયો છે. કચ્છ નવનિર્માણ સેનાના પ્રમુખ નરેન્દ્ર જોશીએ જી.કે. જનરલ હોસ્પિટલ
પાસેથી માહિતી અધિકાર તળે ડિસે.-14ની અરજીથી તા. 1-6-09થી તા. 8-12-14 સુધી રાજકોટ તથા અમદાવાદ રીફર કરવામાં આવેલા
દર્દીઓની સંખ્યા અને એપ્રિલ-13થી જાન્યુ-14 સુધી જનરલમાં દાખલ દર્દીઓની માહિતી માગી હતી, પરંતુ જી.કે.ના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટે જવાબ
આપ્યો હતો કે, જી.કે. જનરલ હોસ્પિટલ એક ખાનગી સંસ્થા હોવાથી માહિતી
આપવા બંધાયેલી નથી. આની સામે પ્રથમ અપીલ અધિકારી અને નાયબ આરોગ્ય અને તબીબી સેવાઓ, રાજકોટને પ્રથમ અપીલ કરતાં તેઓએ પણ જી.કે.ના જવાબને
સમર્થન આપી માન્ય રાખ્યો હતો. આમ જનરલ હોસ્પિટલની કોઇપણ માહિતી મળશે નહીં, એ કેટલી હદે યોગ્ય છે એવો સવાલ માહિતી માંગનારે
ઉઠાવ્યો છે.