DivyaBhaskar:Dr Ami Yagnik:Sunday,25 September 2011.
કોઇ પણ સત્તાતંત્રમાં ચાલતી કાર્યવાહી કે તેના અધિકારી વિશે કોઇ પણ નાગરિકને જાણવાનો અધિકાર છે અને આ અધિકાર દ્વારા તે અરજી કરીને સંબંધિત માહિતી મેળવી શકે છે.
કેન્દ્ર સરકારે સને ૨૦૦૫માં ‘માહિતી અધિકાર કાયદો’બનાવ્યો. આ કાયદાનો ઉદ્દેશ મુખ્યત્વે જાહેર સત્તાતંત્રોના અંકુશ હેઠળ રહેલી માહિતી નાગરિકોને મળી રહે તે માટેનો છે. આ કાયદા નીચે ભારતના બધા જ નાગરિકોને માહિતી મેળવવાનો અધિકાર છે અને કોઇ પણ વ્યક્તિ કોઇ પણ જાહેર સત્તામંડળના અંકુશ હેઠળ અથવા તેના દ્વારા રખાયેલી હોય તેવી માહિતી આવા કાયદા હેઠળ મેળવી શકે છે.
આ માહિતીમાં અધિકાર નીચે તે વ્યક્તિ કામકાજના દસ્તાવેજો, રેકોર્ડની તપાસ કરવાના દસ્તાવેજો અથવા રેકોર્ડની પ્રમાણિત અથવા મૂળ તત્વોવાળી નકલો, નોંધ, મટિરિયલના પ્રમાણિત નમૂના, જ્યાં આ માહિતીનો સંગ્રહ કરાયો હોય તેવા કોમ્પ્યૂટરો અથવા કોઇ પણ ઉપકરણમાંથી પ્રિન્ટઆઉટ દ્વારા અથવા ટેપ કે વીડિયો કેસેટ જેવી માહિતી માગી શકે છે. આ માહિતી એ કાયદાની અથવા હકીકતોની હોઇ શકે છે.
આ કાયદા નીચે દરેક જાહેર સત્તાતંત્રે પોતાના બધા દફતર (રેકર્ડ)ની યોગ્ય અનુક્રમણિકા સાથેનું પત્રક/યાદી (કેટલોગ) બનાવી તેની જાળવણી કરવી પડે છે અને ખાસ કરીને માહિતી મેળવવાના અધિકારને સગવડરૂપ થાય તેવા સ્વરૂપમાં કરવાની રહે છે. દરેક જાહેર સત્તાતંત્રે આ કાયદાના આવ્યા પછી એક્સો વીસ દિવસમાં એક પુસ્તિકા પ્રકાશિત કરવાની રહે છે.
જેમાં તે તંત્ર વિશે અગત્યની માહિતી જેમાં મુખ્યત્વે તેની રચના, કામગીરીઓ અને ફરજો, તેના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો, તેની નિર્ણય પ્રક્રિયા માટે અનુસરાતી કાર્યવાહી, પોતાની કામગીરી કરવા માટેના પોતે ઠરાવેલાં ધોરણો, તેના અધિકારી અને કર્મચારીઓ સંબંધ ડિરેક્ટરી, જાહેર માહિતી અધિકારીઓના નામ અને સરનામાંનો સમાવેશ કરવાનો રહે છે. આ ઉપરાંત, તે તંત્રએ માહિતી મેળવવા માટે નાગરિકોને અપાતી સગવડોની વિગતોનો પણ સમાવેશ કરવાનો હોય છે.
કોઇ નાગરિકોને કોઇ સત્તાતંત્રએ કેટલી રાહતો આપી, કોને આપી, સબસીડી સંબંધી કેટલા કાર્યક્રમો કર્યા, કોણ લાભાર્થીઓ હતા તેની વિગત જોઇતી હોય તો તે પણ માંગી શકે છે. આ કાયદા નીચે દરેક જાહેર સત્તાતંત્રએ જનતાને બની શકે તેટલી માહિતી આપી શકે તે માટે પ્રયત્નશીલ રહેવું પડે છે અને દરેક સત્તાતંત્રે આ ધારો અમલમાં આવ્યાના સો દિવસની અંદર પોતાના બધા જ વહીવટી એકમો કે ઓફિસો માટે જરૂરી સંખ્યામાં કેન્દ્રીય માહિતી અધિકારીઓ કે રાજ્ય માહિતી અધિકારીઓ નિમવાના હોય છે. આ અધિકારીઓએ આ કાયદા હેઠળ માહિતી માટેની વિનંતી કરનારી વ્યક્તિઓને માહિતી પૂરી પાડવાની હોય છે.
જે પણ વ્યક્તિને માહિતી મેળવવી હોય તે વ્યક્તિએ આ કાયદા નીચે અંગ્રેજી કે હિન્દી કે જે તે વિસ્તારની સત્તાવાર ભાષામાં નિધૉરીત કરેલી ફી સાથે હાથે લખેલી અથવા ટાઇપ કરેલી અરજી ઉપરોકત જણાવ્યા પ્રમાણેના અધિકારી સમક્ષ કરી શકે છે. ઘણી વાર એવું બને કે માહિતી મેળવવા માટેની વિનંતી કોઇ વ્યક્તિ લેખિતમાં ન કરી શકતી હોય તો જે તે જાહેર માહિતી અધિકારી તે વ્યક્તિએ કરેલી મૌખિક વિનંતીને લેખિત સ્વરૂપ આપવામાં મદદ કરી શકે. એક વાત ખાસ જાણવા જેવી છે કે, માહિતી મેળવવા માટે વિનંતી કરનાર અરજદારે, તે માહિતી મેળવવા માટેના કારણો, અગર તેના સંબંધી અંગત વિગતો આપવાની જરૂર આ કાયદા નીચે રહેતી નથી.
માહિતી અધિકાર એક સામાન્ય નાગરિકને મળે એ ખૂબ જ મજબૂત હથિયાર છે. જેના લીધે તે જાહેર સત્તાતંત્રમાંથી જરૂરી માહિતી મેળવી શકે છે અને તે સત્તાતંત્રની કામગીરી પારદર્શકતાથી થાય છે કે નહીં તે જાણી શકે છે. ધીમી ગતિએ ચાલતી સરકારી કામગીરી અને ભ્રષ્ટાચાર, લાંચરૂશ્વત અને ભાઇ-ભત્રીજાવાદની જાળમાં ફસાયેલા આપણા દેશના સરકારી તંત્રના વહીવટી તંત્રમાં ખુલ્લાપણું અને પારદર્શકતા આવે તે માટે આ કાયદો અમલી બનાવવામાં આવ્યો.
આ કાયદાના આવ્યા પછી એક નાગરિક એક સામાન્ય અરજી લઇ અને કોઇ પણ મોટા જાહેર સત્તાતંત્રમાંથી એ તંત્રને લગતી કોઇ પણ માહિતી મેળવી શકે છે અને આ તંત્ર આ કાયદા નીચે તેવી માહિતી આપવા માટે બંધાયેલ છે. છેલ્લાં થોડાં વર્ષોમાં આ કાયદાના આવ્યા પછી સરકારી તંત્રમાં ઘણી પારદર્શકતા આવી છે અને કાયદામાં સમય મર્યાદા લખેલી હોવાથી તે પ્રમાણે માહિતી પ્રજાને આપવી જ પડે છે. આ કાયદા નીચે કાર્યવાહી કઇ રીતે થઇ શકે તે હવે પછી જાણીશું.
અધિકાર,ડૉ. અમી યાજ્ઞિક