Divya Bhaskar: Ahmedabad Friday, 6Th February
2026.
RTIનાં હેઠળ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરતા ચુકાદામાં ગુજરાત માહિતી આયોગ દ્વારા ગાંધીનગર સ્થિત પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીના જાહેર માહિતી અધિકારીને કાયદાકીય જોગવાઈઓના ઉલ્લંઘન બદલ રૂ. 7000નો રોકડ દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ અંગે સાવરકુંડલાના વકીલ દીપેશભાઈ જોશી દ્વારા માહિતી મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. આ અરજી જે-તે કચેરીને સંબંધિત ન હોવા છતાં, RTI એક્ટની કલમ મુજબ તેને 5 દિવસની અંદર સંબંધિત વિભાગમાં તબદીલ કરવાની જવાબદારી જાહેર માહિતી અધિકારીની હતી.
જોકે, જાહેર માહિતી અધિકારી આર. એન. અસારી દ્વારા આ અરજી તબદીલ કરવામાં 28 દિવસનો ગુનાહિત વિલંબ કરવામાં આવ્યો હતો. આ મામલે થયેલી ફરિયાદની સુનાવણી દરમિયાન રાજ્ય માહિતી કમિશનર વિપુલ રાવલે નોંધ્યું હતું કે, અરજી તબદીલ કરવાની સંપૂર્ણ જવાબદારી જે-તે અધિકારીની હોય છે અને રજીસ્ટ્રી શાખાના વિલંબનું કારણ સંતોષકારક ગણી શકાય નહીં.
આયોગે સ્પષ્ટ કર્યું કે માહિતી આપવામાં કે અરજી ટ્રાન્સફર કરવામાં વિલંબ એ કાયદાનો ભંગ છે. માહિતી અધિકાર અધિનિયમની કલમ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને, આયોગે 28 દિવસના વિલંબ બદલ પ્રતિ દિન 250 લેખે કુલ રૂ. 7000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
હુકમ મુજબ દંડની રકમ અધિકારીએ પોતાના અંગત ભંડોળ અથવા પગારમાંથી ભરવાની રહેશે. આ રકમ 1 માસની અંદર સરકારી તિજોરીમાં જમા કરાવી તેની પહોંચ આયોગને મોકલવા હુકમ કરાયો હતો.