મુંબઈ સમાચાર: અમદાવાદ: Thursday, 26 June 2025.
દેશના સામાન્ય નાગરિકો માટે માહિતી અધિકાર 2005 એક મહત્ત્વનું હથિયાર છે. આ અધિકાર હેઠળ કોઈપણ સરકારી કચેરીઓ તથા સંસ્થાની માહિતી મેળવી શકાય છે. આ નિયમ ખાનગી સંસ્થાઓ જેવી કે યુનિવર્સિટીને લાગુ પડતો નથી. પરંતુ આ અંગે ગુજરાત માહિતી આયોગે મહત્ત્વનો નિર્ણય લીધો છે.
ખાનગી યુનિ.એ પ્રોફેસરને RTIનો જવાબ ન આપ્યો
પ્રોફેસર દેવદત્ત રાણાએ વડોદરાની પારુલ યુનિવર્સિટી પાસેથી RTI હેઠળ કેટલીક માહિતી માંગી હતી. પરંતુ પારુલ યુનિવર્સિટીએ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો અને જવાબમાં કહ્યું હતું કે, “તે એક ખાનગી યુનિવર્સિટી છે અને તેને સરકાર તરફથી કોઈ ભંડોળ મળતું નથી, તેથી તે RTI ના કાર્યક્ષેત્રમાં આવતી નથી.”
ગુજરાત માહિતી આયોગે ખાનગી યુનિ.ને આપ્યો આદેશ
પારુલ યુનિવર્સિટી તરફથી મળેલા ઉપરોક્ત જવાબ બાદ પ્રોફેસર દેવદત્ત રાણાએ ગુજરાત માહિતી આયોગના દરવાજા ખખડાવ્યા હતા. દેવદત્ત રાણાએ દલીલ કરી હતી કે, “યુનિવર્સિટીની રચના ગુજરાત વિધાનસભા દ્વારા પસાર કરાયેલા કાયદા હેઠળ થઈ હોવાથી, તે RTI કાયદાની વ્યાખ્યા મુજબ ‘જાહેર સત્તા’ છે.” મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોનીના નેતૃત્વ હેઠળના ગુજરાત માહિતી પંચે રાણાની દલીલને સમર્થન આપ્યું હતું.