Sandesh: Gujarat: Friday, March 21, 2025.
ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેકશન બિલના નામે માહિતી અધિકાર અધિનિયમના કાયદામાં થયેલા ફેરફાર સામે RTI કાર્યકરો દ્વારા ભારતભરમાં વિરોધ પ્રદર્શન કરી ભારે વિરોધ નોંધાવી રહ્યાં છે ત્યારે કરજણ તાલુકામાં પણ મૂળનિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમારની આગેવાની હેઠળ મહામહિમ રાષ્ટ્રપતિને માહિતી અધિકાર અધિનિયમમાં જે સંશોધન કરી સુધારો કરાયો છે. તેને રદ કરવાની માંગ સાથે કરજણના પ્રાંત અધિકારી મારફ્તે આવેદનપત્ર પાઠવ્યું હતું.
અત્યાર સુધી કોઈ રસ્તાનું બરાબર કામ ન કરનાર કોન્ટ્રાક્ટરનું નામ એજન્સીનું નામ તેને ચૂકવવાની રકમ વિગેરે વિગતો મળી શકતી હતી. એ જ રીતે મનરેગા યોજનામાં પણ ભ્રષ્ટાચાર કરનાર તથા શ્રમજીવીને થયેલા ચુકવણાની વિગતો રેશનકાર્ડમાં મળતા અનાજની વિગતો સરકારી આવાસ યોજના જેવી અનેક જન હિતની અને જાહેર હીતની માહિતી મળી શકતી હતી.
પરંતુ હવે DPPD અંગેના નવા કાયદા હેઠળ RTI કાયદાની કલમ 8 (1)માં જે સુધારો કરયો છે. જે નવા સુધારા પ્રમાણે વ્યક્તિગત કે, અંગત માહિતીના નામે આ બધી વિગતો RTI અરજી કરનારને મળે નહીં. જેથી RTIનો કાયદો નકામો બનાવી દેવાની ચેષ્ટા સામે વિરોધ નોંધાયો છે. RTI કાયદાની કલમ 8 અર્થવિહીન બનાવી દીધી છે. જેથી ભ્રષ્ટાચારને વધુ પ્રોત્સાહન અને વેગ મળશે.
માહિતી અધિકાર અધિનિયમનો કાયદો વહીવટની પારદર્શિકાનું ઘોર ઉલ્લંઘન આ ફેરફારના કારણે થઈ રહ્યું છે. જેને મૂળ નિવાસી એકતા મંચ અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમાર સખત શબ્દોમાં વખોડે છે.