Divya Bhaskar: Navsari: Sunday,
5 January 2025.
જલાલપુર તાલુકાના મહુવર ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી રામપ્રસાદ ગુપ્તા પાસે પંચાયતને લગતી કેટલીક બાબતોની માહિતી આરટીઆઇ એક્ટ હેઠળ સતીશ સોનવણેએ માંગી હતી.આ માહિતી સમય મર્યાદામાં ન આપતા આ અંગે તેમણે ગાંધીનગર ગુજરાત માહિતી આયોગમાં ફરિયાદ આપી હતી.
એક વર્ષ સુધી ગુજરાત માહિતી આયોગમાં આ અંગેની સુનવણી ચાલી હતી.જે અંગેની ફાઇનલ હિયરિંગ 30મી ડિસેમ્બર 2024 ના રોજ કલેકટર કચેરીએ વિડીયો કોન્ફરન્સ હોલમાં રાખવામાં આવી હતી.આ સુનાવણીમાં ફરિયાદી સતીશ સોનવણે તેમજ મહૂવર ગ્રામ પંચાયત ના તત્કાલીન તલાટી કમ મંત્રી રામપ્રસાદ આર. ગુપ્તા હાજર રહ્યા હતા.જ્યારે વીડિયો કોન્ફરન્સ ના માધ્યમ થી ગાંધીનગર ખાતે થી ગુજરાત રાજ્ય માહિતી કમિશનર શ્રીભરત ગણાત્રાએ આ અંગે બંને પક્ષોને સાંભળ્યા હતા.
બંને પક્ષોને સાંભળ્યા બાદ આ અંગેનો હુકમ કરતા તેમણે જણાવ્યું હતું કે ફરજ ઉપરના જવાબદાર અધિકારી કે કર્મચારી સમય મર્યાદામાં માહિતી આપતા ન હોય ત્યારે તેમની ઇરાદાપૂર્વક ની બેદરકારી સ્પષ્ટ ફલિત થાય છે.આરટીઆઈ ના કાયદાની કલમ-20(1) ને ધ્યાને લેતા માહિતી અધિકારી ફરિયાદીની અરજી મુજબની માહિતી કલમ-7 ની પેટા કલમ-1 હેઠળ નિર્દિષ્ટ કરેલા સમયની અંદર માહિતી પૂરી પાડે નહીં અથવા જાણીબુજીને ખોટી અધૂરી માહિતી આપે ત્યારે તે કર્મચારીનો ઇરાદો તેઓની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનું યોગ્ય કારણ જણાય છે.
મહુવર ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી રામપ્રસાદ ગુપ્તા ને રૂપિયા 10000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.આ દંડની રકમ તેઓએ પોતાના ભંડોળ માંથી ભરપાઈ કરવાની રહેશે અથવા તો તેમના પગારમાંથી કપાત કરી ભરપાઈ કરવાની રહેશે.આદેશ મળ્યાના એક માસમાં આ દંડ ની રકમ તેમણે જમા કરાવવાની રહેશે.