Sunday, May 26, 2024

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં માહિતી માટે 6 વર્ષમાં 1200 RTI,સરેરાશ દર બીજા દિવસે એક આરટીઆઈ થાય છે.

Divyabhaskar :Patan: Sunday, May 26, 2024.
2017માં લીગલ સેલ શરૂ થયા બાદ દર વર્ષે 100થી 200 RTI આવે છે, સૌથી વધુ એકેડમીમ, મહેકમ,પરીક્ષા લક્ષી માહિતી માટે.
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં લોકોને મૌખિક માહિતી ન મળતી હોય સામાન્ય માહિતીથી લઈ વહીવટીલક્ષી કામગીરીની વિગતો મેળવવા માટે આરટીઆઈ કાયદાનો જ ઉપયોગ કરતા કેમ્પસમાં શરૂ કરવામાં આવેલા લીગલ સેલમાં છેલ્લા છ વર્ષમાં સરેરાશ 1200 જેટલી આરટીઆઇ થવાં પામી છે.
જેને દિવસમાં વિભાજિત કરીએ તો સરેરાશ દર બીજા દિવસે યુનિવર્સિટીમાં માહિતી માટે એક આર ટી આઈ થઈ રહી ચ્હે. જેમાં મુખ્યત્વે સૌથી વધુ એકેડેમીક, મહેકમ, અને પરીક્ષા લક્ષી માહિતી માટે આર ટી આઈ થઈ રહી ચ્હે.
યુનિવર્સિટી શિક્ષણ ધામ હોવા છતાં તેમના વહીવટી કામ ઉપરાંત માહિતી માટે કોલેજો, અરજદારો , વિદ્યાર્થીઓએ અને સ્ટાફ દ્વારા પણ આરતી આ કાયદાનો વધુ ઉપયોગ કરી આરટીઆઈ કરતાં હોય વર્ષ દરમ્યાન ઢગલો આરટીઆઈ થઈ રહી છે.
છેલ્લા ચ વર્ષમાં જ યુનિવર્સિટી માં 1200 જેટલી આરટીઆઇ થઈ છે. ત્યારે યુનિવર્સિટી ઉત્તર ગુજરાતમાં સલગ્ન પાંચેય જિલ્લાની 600 થી વધુ કોલેજો સાથે જોડાણ ધરાવતી હોય કોલેજોના કામો ઉપરાંત છાત્રોલક્ષી પરીક્ષા પરિણામ અને પ્રવેશની પ્રક્રિયા ઉપરાંત વહીવટી કામગીરીનું ભારણ હોય સ્ટાફ દ્વારા આર ટી આઈ ની માહિતી પૂરી પાડવામાંજ મહત્વના કામ ખોરંભે ચડી રહ્યા હોય કેટલાક લોકો આરટીઆઇ નો દુરુપયોગ કરતાં સ્ટાફ કંટાળો મહેસુસ કરી રહ્યો છે.
માહિતી મૌખિક ન મળતા RTI નો ચાર્જ રૂ.20 હોય અરજદાર rti વધુ આવે છે: દિવ્ય ભાસ્કર દ્વારા શૈક્ષણિક સંસ્થામાં આરટીઆઇ વધુ થવા અંગે તપાસ કરતાં આધાર ભૂત સૂત્રો પાસેથી જાનવમ મળ્યું કે યુનિવર્સિટી દર મહિને થતી કારોબારી બેઠક, ભરતી પ્રક્રિયા, પરીક્ષા મહેકમ, એકેડેમીક લક્ષી માહિતીઓ વધુ માંગી છે.
અરજદાર કોલેજો કે સ્ટાફ ને જે તે વિભાગોમાં ઑ એસ કે અધિકારી કોઈ ને કોઈ બધાના તળે મૌખિક વિગતો આપતા ન હોય અંતે કાનતાલી આર ટી આઈ નો રૂ. 20 ચાર્જ હોય લોકો સીધી આર ટી આઈ જ કરી રહ્યા છે. જેના કારણે લીગલ શાખામાં આર ટી આઈ ઑ વધી રહી છે. જેમાં 60 થી 70% તો સામાન્ય માહિતીની જાતિઓ હોય છે, જે વિભાગ આપી શકતી હોય છે.
અટપટા પ્રશ્નો રૂપે માહિતી માંગતા સમય મર્યાદામાં આપવામ વહીવટી કામ ખોરવાઈ જાય છે :સ્ટાફ
યુનિવર્સિટી માં મહેકમ પરીક્ષા એકેડેમીક અને થતી બેઠકો લક્ષી માહિતી માટે અટપટી વિગતો સાથે માહિતી માંગવામાં આવે છે. યુનિવર્સિટીમાં જે તે વિભાગની આર ટી આઈ હો એ વિભાગને તેની માહિતી આપવી પડતી હોય છે. જેથી લીગલ શાખામાં આર ટી આ ઇયવ્ય બાદ જે તે વિભાગને ફોરવર્ડ કરાય છે. આ વિભાગના કર્મચારીઓને સલગ્ન કેલેજનું વહીવટી કામ, ઉપરાંત વિવિધ કામનું ભારણ હોય મુદ્દાઓ લક્ષી માહિતી શોધવામાં લાંબો સેમી વેડફતો હોય હોય સમય મર્યાદામાં માહિતી પૂરી પાડવા માટે ખૂબ મુશ્કેલી ઊભી થઈ રહી છે. સાથે અમારે કામ કરવાં અડચણ ઊભી થઈ રહી છે.
2023- 24 માં 100 આર ટી આઈ થઈ
મહેકમ વિભાગ - 32
એકેડેમીક વિભાગ - 28
પરીક્ષા વિભાગ - 22
બાંધકામ વિભાગ - 5
એકાઉન્ટ 0 2
અન્ય - 11