Monday, June 01, 2015

રાજય માહિતી કમીશ્નર દ્વારા માહિતી આપવામાં બિનજરૂરી વિલંબને કારણે દ્વારકાના મામલતદારને રૂપિયા દસ હજારનો દંડ

Akila: Dwarka: Monday, 01 June 2015.
ગુજરાત માહિતી કમીશ્નર દ્વારા દ્વારકા મામલતદાર એન.વી. ચાવડાને અરજદારની માહિતી આપવામાં બિનજરૂરી વિલંબ કરાવા અંગે અંશત : દોષી માની રૂપિયા દસ હજારનો દંડ ફટકારવામાં આવેલ છે. આ સમગ્ર ઘટના ક્રમ બનવા છતાં માહિતી અધિકાર  હેઠળ ફરીયાદીએ માંગેલ માહિતી ન મળી શકતા તેની સ્‍થિતિ જૈસેથે જેવી થઇ છે.
પ્રાપ્‍પ માહિતી અનુસાર મીઠાપુરના હિતેશ રામજીભાઇ રાઠોડ દ્વારા ગત તા. ર૧-૦૩-ર૦૧૩ના રોજ દ્વારકાના જાહેર માહિતી અધિકારી એટલે કે મામલતદારશ્રીને માહિતી અધિકાર અન્‍વયે માહિતીની માંગણી કરેલ જે અનુસંધાને મામલતશ્રી દ્વારકા દ્વારા નિયત સમય મર્યાદામાં માહિતી પુરી ન પાડતાં છેક તા. ૧૭-૦૧-ર૦૧પના રોજ આપવામાં આવેલ, જેમાં પણ પ્રત્‍યુત્તરમાં જણાવ્‍યું કે માહિતી અન્‍ય કચેરીઓ સંબંધિત હોય ત્‍યાંથી મેળવી લેવી.
આ અરજીને આયોગમાં પડકારવામાં આવતાં આયોગ દ્વારા વિલંબ અંગે પુછાતા મામલતદારશ્રીએ વિલંબનું કારણ સ્‍ટાફની તંગી, ચૂંટણીઓ, પ્રોટોકોલ, ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ તથા ગતિશિલ ગુજરાતની કામગીરી હોવાનું જણાવેલ. જેથીલ આયોગે માહિતી તેમની કચેરી સંલગ્ન ન હોવા છતાં સમયમર્યાદામાં અરજદારને પ્રત્‍યુત્તર ન આપી શકવા બદલ અને તેમણે વિલંબના રજૂ કરેલ કારણો સંતોષકારક  ન લાગતાં આયોગના કમીશ્નર વી.એસ.ગઢવી દ્વારા દ્વારકાના મામલતદાર એન.વી. ચાવડાને અંશતઃ દોષી માની રૂપિયા દસ હજારનો દંડ ફટકારેલ છે. દિન-૧પમાં રકમ જમા કરવા જણાવેલ છે.