Business Bhaskar; Monday, November 29, 2010,
સેબી દ્વારા પોતાની સમક્ષ રજુ કરવામાં આવેલી દલીલોને પારદર્શી સમિતિ દ્વારા ફગાવી દેવાઈ હતી
બ્રોકરેજ કંપની દ્વારા એનએસઈ ઉપર કરવામાં આવેલા આક્ષેપો અને તે અંગે એનએસઈ ઉપર કરવામાં આવેલી તપાસની જાહેરાત એનએસઈએ જાહેર કરવી જોઈએ તેમ સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન (સીઆઈસી)એ સેબીને જણાવ્યું હતું.
સેબી દ્વારા પોતાની સમક્ષ રજુ કરવામાં આવેલી દલીલોને પારદર્શી સમિતિ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. સેબી દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે જો આ પ્રકારની માહિતી જાહેર કરવામાં આવશે તો તેના દ્વારા કરવામાં આવી રહેલી તપાસની આડે ઘણા અવરોધો આવશે.
ડિસેમ્બર ૨૦૦૮માં એસએમસી ગ્લોબલ સિકયોરિટઝિ લિ. દ્વારા તેના દ્વારા ચલાવવામાં આવી રહેલા એફઓ સેગ્મેન્ટમાં એનએસઈ તરફથી તપાસ કરીને તેનાં સંચાલનને મંજુરી આપવામાં આવી હતી જેના સંદર્ભે સ્વાતિ માયેકર દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી જેના સંદર્ભે સીઆઈસી દ્વારા આ સૂચન કરવામાં આવ્યું હતું.
સેબી દ્વારા ઉપરોકત આરટીઆઈના સંદર્ભમાં જણાવવામાં આવ્યું હતું કે એસએમસીની તપાસમાં અને તેના દ્વારા આપવામાં આવેલા જવાબ ઉપરથી કરવામાં આવેલાં અવલોકનોને એક્સ્ચેન્જની ડિસિપ્લિનરી એકશન કમિટી (ડીએસી) સમક્ષ રજુ કરવામાં આવ્યાં હતાં, જેના ઉપરથી ડીએસીએ એવો આદેશ આપ્યો હતો કે એસએમસીનું ઓડિટ સઘન રીતે એસએમસીના બાહ્ય સ્વતંત્ર ઓડિટર પાસે કરાવવામાં આવે.
જોકે બજાર નિયમનકારીએ એનએસઈ દ્વારા ક્યા પ્રકારની અને કેવી તપાસ કરવામાં આવી હતી તે અંગે કોઈ જ પ્રકારની માહિતી આપી નહોતી તેમજ એક્સ્ચેન્જ દ્વારા ઓડિટમાં શું જાણવા મળ્યું તે અંગેની પણ કોઈ જ પ્રકારની માહિતી આપવામાં આવી નહોતી.