Divya Bhaskar: Ahmedabad: Sunday, 8th June 2025.
સાયબર ફ્રોડને લગતી માહિતીના સંદર્ભમાં CID ક્રાઇમે RTIમાંથી મળેલી મુક્તિ પાછી ખેંચવા માહિતી આયોગ દ્વારા રાજ્ય સરકારને ભલામણ કરવામાં આવી છે. આ બાબતે કહેવામાં આવ્યું છે કે ગુપ્તતાના અંચળા હેઠળ સાયબર ફ્રોડના ભોગ બનનારની ફરિયાદ નકારવી યોગ્ય નથી. માહિતી આયોગના આ મહત્ત્વપૂર્ણ નિર્ણયથી રાજ્યના સાયબર ક્રાઇમના ભોગ બનેલા સેંકડો નાગરિકોને રાહત મળી છે, તેઓ હવે તેમની ફરિયાદ પર થયેલી કાર્યવાહી જાણી શકશે.
માહિતી કમિશનરે સરકારને નવું જાહેરનામું બહાર પાડવા ભલામણ કરી
ગૃહ વિભાગના નોટિફિકેશનના આધારે 25/10/2005થી CID (ક્રાઇમ)ને RTIમાંથી મુક્તિ આપવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાના રહેવાસી રાકેશકુમાર પ્રજાપતિ સાથે 4.5 લાખ રૂપિયાનું સાઇબર ફ્રોડ થયું હતું. એ અંગે તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી અને FIRની નકલ અને ફરિયાદ અંગે થયેલા તમામ પત્રવ્યવહારની નકલ RTI હેઠળ માગી હતી. CID ક્રાઈમ દ્વારા "માહિતી અધિકાર કાયદાથી મુક્તિ મળી છે એવું કારણ બતાવી માહિતી નકારવામાં આવી હતી. એને પડકારતાં અરજદારે રાજ્ય માહિતી આયોગમાં ફરિયાદ નોંધાવી હતી. ઉપરોક્ત કેસની સુનાવણી બાદ એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં રાજ્ય માહિતી કમિશનર નિખિલ ભટ્ટ દ્વારા CID ક્રાઇમને મળેલી RTIની કલમ 24 હેઠળની મુક્તિને "સાયબર ફ્રોડ" પૂરતી પાછી ખેંચીને નવેસરથી જાહેરનામું બહાર પાડવા રાજ્ય સરકારને ભલામણ કરી છે.
સીમાચિહ્નરૂપ ચુકાદામાં માહિતી કમિશનરનું નિરીક્ષણ
આ ચુકાદામાં કમિશનર નિખિલ ભટ્ટે નિરીક્ષણ કર્યું હતું કે "સીઆઇડી ક્રાઇમ મોટે ભાગે ગુનાની તપાસ કરતું હોય છે અને અંત્યંત સંવેદનશીલ ગુનાઓ હોય છે, તેથી CID (crime), તેથી ગુનાની તપાસ સંદર્ભે માહિતી ગુપ્ત રાખવા માટે કલામ 24 હેઠળ RTI કાયદામાંથી મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ જ્યારે રોજબરોજ હજારો નાગરિકો સાયબર ફ્રોડના ભોગ બનતા હોય છે ત્યારે કોઈપણ નાગરિક તેમના દ્વારા CID ક્રાઇમ ખાતે આવેલા સાયબર સેલના ટેલિફોન નંબર પર જાણ કર્યા બાદ તેને નાણાં ક્યારે પાછાં મળશે, તેણે કરેલી ફરિયાદ અંગે શું કાર્યવાહી થઈ એ જાણવા માટે ઉત્સુક હોય છે. આ માહિતી પોલીસ સ્ટેશનની મળી શકતી નથી અને સાયબર સેલ CID ક્રાઇમ ખાતે આવેલું હોવાથી ત્યાંથી પણ માહિતી મળતી નથી. RTI હેઠળ તેમની ફરિયાદના અનુસંધાને શું તપાસ થઈ? એ જાણવાનો ભારતીય નાગરિકોને અધિકાર છે." કમિશનરે વધુમાં કહ્યું હતું કે CID ક્રાઈમને મળેલી મુક્તિનો ગેરલાભ લઈને નાગરિકોને તેમની ફરિયાદ સંદર્ભે થયેલી કાર્યવાહીની માહિતી મળી શકતી નથી એ યોગ્ય નથી. ગુપ્તતાના અંચળા હેઠળ આ અગત્યની માહિતી નકારવા સાથે આયોગ સહમત નથી."
સાયબર ફ્રોડ કેસ સંબંધિત માહિતી નહીં આપવા માટે મળેલી મુક્તિ પાછી ખેંચવા ભલામણ
માહિતી અધિકાર કાયદાના અમલ માટે રાજ્ય માહિતી આયોગની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. કાયદાના સુચારુ અમલ માટે અને નાગરિકોને પ્રત્યે પારદર્શિતા, જવાબદેહિતા સુનિશ્ચિત કરવા માટે જરૂરી ને મહત્ત્વની ભલામણો કરવાની સત્તા રાજ્ય માહિતી આયોગને RTI કાયદાની કલમ 25(3) (જ) હેઠળ મળેલી છે. આ સત્તાની રૂએ ઉપરોક્ત ચુકાદામાં આયોગે રાજ્ય સરકારને ભલામણ કરી છે કે- ગૃહ વિભાગના નોટિફિકેશનથી તા. 25/10/2005થી સીઆઇડી ક્રમને આપવામાં આવેલી મુક્તિ પૈકી જ્યાં સુધી સાયબર ફ્રોડની ફરિયાદોનો સંબંધ છે એટલા પૂરતી માહિતી નહીં આપવા માટે મળેલી મુક્તિને પાછી ખેંચવામાં આવે. ઉપરાંત LCB અને ક્રાઇમ બ્રાંચોને પણ જ્યાં સુધી સાયબર ફ્રોડની ફરિયાદોને સંબંધિત માહિતી નહીં આપવા માટેની મળેલી મુક્તિ પાછી ખેંચી યોગ્ય સુધારો કરવામાં આવે.
ઉપરોક્ત ભલામણો ઉપરાંત આયોગે હુકમ કરેલો છે કે સુધારેલું જાહેરનામું બહાર પડ્યા બાદ 5 દિવસની અંદર અરજદારને વિનામૂલ્યે આરપીએડીથી માહિતી આપવાનો હુકમ કર્યો હતો. માહિતી અધિકાર ગુજરાત પહેલા આ ચુકાદાને આવકારે છે. ગુજરાતમાં દિવસે અને દિવસે સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે માહિતી આયોગના આ મહત્ત્વપૂર્ણ નિર્ણયથી રાજ્યના સાયબર ક્રાઇમના ભોગ બનેલા સેંકડો નાગરિકોને રાહત મળી છે કે તેઓ હવે તેમની ફરિયાદ પર થયેલી કાર્યવાહી જાણી શકશે.